Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર અને લાલપુરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ - VIDEO

જામનગર અને લાલપુરમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ – VIDEO

- Advertisement -

જામનગરમાં થર્ટીફર્સ્ટને લઇ શહેરમાં તેમજ હાઇવે પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને કેફી પ્રવાહી પી ને નિકળતાં શખસો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાઇ રહી છે. લાલપુર બાયપાસ પાસે એએસપી પ્રતિભા તથા શહેરમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના કાફલા દ્વારા ગઇકાલે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલાં જ પોલીસ એકશન મોડમાં આવી ગઇ છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તથા શહેરના પ્રવેશદ્વારોએથી અવર-જવર કરતા વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવા વર્ષની ઉજવણીમાં કેફી પ્રવાહી પી ને નિકળેલા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે રાત્રિના સમયે ત્રણબતીથી બેડી ગેઈટ અને ટાઉનહોલ સુધીના રસ્તા પર ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ માર્ગ પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને ચોક્કસ સ્થળોએ અડીંગો જમાવીને બેઠલા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ત્રણબત્તી પાસેથી પસાર થતાં વાહન ચાલકોનું ચેકિંગ પણ હાથ ધર્યુ હતું તેમજ વાહન ચાલકોએ કેફી પીણું પીધું છે કે નહીં તે અંગે પણ મશીન દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ ઉપરાંત એએસપી પ્રતિભા દ્વારા લાલપુર બાયપાસ પાસે થર્ટીફર્સ્ટને લઇને ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની હેરફેર તેમજ કેફી પ્રવાહી પી ને વાહન ચલાવવા સહિતના મુદે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ વાહન ચાલકોના કાગળો સહિતના મુદે ચેકિંગ હાથ ધરાયું હતું. ન્યુયર પાર્ટીઓને લઇ પોલીસ સતર્ક બની છે અને શહેરમાં તથા શહેરની ભાગોળે હાઇવે પર પોલીસ કાફલા દ્વારા કડક ચેકિંગ હાથ ધરાઇ રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular