Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા પરિમલભાઈ નથવાણી

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા પરિમલભાઈ નથવાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 વર્ષ પૂર્ણ...

- Advertisement -

જામનગર પંથકમાં હાલ વિશ્વની પ્રથમ હરોળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા તેમજ રિલાયન્સના ફાઉન્ડર સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જામનગર રિલાયન્સનો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, તે સમયે તેમના દ્વારા સ્વ. ધીરુભાઈ અંબાણી સાથે કામ કર્યું તેની વાતોને વાગોળી હતી.

- Advertisement -

જ્યારે રિફાઇનરી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન, ટાઉનશિપ તથા રિફાઇનરી પ્રોજેક્ટના કામના અનુભવો રોજ ધીરુભાઈ સાથે તેઓ ચા-કોફી અને ગાંઠિયાથી દિવસની શરૂઆત થતી હોવાની વાતો યાદ કરી હતી. તેમની કામ કરવાની પદ્ધતિ, તેમના અનુભવનો લાભ તથા તેમના સ્થપાયેલા રિફાઇનરી પ્લાન્ટ વિશ્વની લાર્જેસ્ટ ગ્રાસરૂટ રિફાઇનરી બન્યો ત્યાં સુધીની યાત્રામાં ધીરુભાઈ અંબાણી સાથેના તેમના સંસ્મરણો તથા તેમની પ્રેરક વાતો નથવાણીએ યાદ કરી હતી.
ભારતના એનર્જી લેન્ડસ્કેપ રિફાઇનરી રિલાયન્સની વિવિધ બાબતોને આ પ્રસંગે તેમણે રજૂ કરી હતી. સાથે મુકેશભાઈ અંબાણી સાથેની કામ કરવા અંગેની વિવિધ બાબતો વ્યક્ત કરી, અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular