Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ધ રોયલ જામ પેલેસ એન્કલેવનું નિર્માણ થશે - VIDEO

જામનગરમાં ધ રોયલ જામ પેલેસ એન્કલેવનું નિર્માણ થશે – VIDEO

અત્યંત આધુનિક 42 જેટલા વિલા બનાવાશે : સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો મોલ તથા સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બનાવવા પણ આયોજન

- Advertisement -

જામનગરમાં જામસાહેબની વિશાળ જગ્યા પર 42 પ્રિમીયમ અને અદભૂત બંગલાનું નિર્માણ થનાર છે જે અંગે શનિવારે લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત સાત રસ્તાથી ગુરૂદ્વારા સુધી વિશાળ મોલ પણ બનાવવાનું આયોજન કરાયું છે. તેમજ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણનું પણ આયોજન છે.

- Advertisement -

જામનગર શહેરમાં પેલેસ રોડ ઉપર સત્યસાંઈ વિદ્યાલય પાસે જામસાહેબની વિશાળ જગ્યા ઉપર મુંબઇના રાજેશભાઈ ગાંધી દ્વારા પ્રિમીયમ બંગલાનો પ્રોજેકટ શરૂ થઈ રહ્યો છે. ધ રોયલ જામ પેલેસ એન્કલેવ નામના આ અતિઆધુનિક વિલાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં કુલ 42 જેટલા વિલા / અતિ આધુનિક બંગલાઓનું નિર્માણ કરવામાં આવશે. લગભગ 2,51,000 ચો.ફુટ જગ્યામાં આ અત્યંત આધુનિક અને માત્ર જામાનગર નહીં સૌરાષ્ટ્રમાં ખૂબ જ સુવિધાસભર ગણાવી શકાય તેવા ધ રોયલ જામ પેલેસ એન્કલેવનું નિર્માણ થશે. 2500 ચો.ફુટ, 5000 ચો.ફુટ તથા 10,000 ચો.ફુટ એમ ત્રણ પ્રકારના બાંધકામમાં વિવિધ પ્રકારના વિલાનું નિર્માણ થશે. જે લકઝરી વિલા, કવીન વિલા સહિતના ત્રણ પ્રકારો રહેશે. આ ધ રોયલ જામ પેલેસ એન્કલેવમાં 4 બીએચકેના 7 જેટલા, લકઝુરીયસ વિલા, 16 જેટલા કવીન વિલા રહેશે. અહીં બે મંદિર, જીમ, સ્વીમીંગ પુલ, કીડસ રૂમ, કીટી પાર્ટી રૂમ, મહેમાનો માટે વેઇટીંગ લોન્જ, મહેમાનોને રહેવા માટે છ સ્ટુડિયો રૂમ, કલબ હાઉસ, બાળકો અને વૃધ્ધો માટે વિશેષ સુવિધા સહિતના અનેક સુવિધારૂપ આકર્ષણો બનાવવામાં આવશે.

- Advertisement -

ધ રોયલ જામ પેલેસ એન્કલેવમાં 42 બંગલા બનાવવામાં આવશે. જેની કિંમત 7 કરોડ, 15 કરોડ તથા 22 કરોડ રહેશે. જેમાં અત્યારે 180 જેટલું વેઈટીંગ છે. આ સમગ્ર પ્રોજેકટ અંગે આર્કિટેક ક્રિષ્ના દત્તાણી મજીઠિયા તથા વિશ્ર્વેષ દત્તાણીએ માહિતી આપી હતી. કમુરતા બાદ આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

અતિ આધુનિક બંગલા/વિલા ઉપરાંત જામનગર હાઈસ્ટ્રીટનું પણ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જણાવાયું હતું કે, જામનગરના સાત રસ્તા થી ગુરૂદ્વારા ચોકડી સુધી જામનગર હાઈસ્ટ્રીટ નામના વિશાળ મોલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એ, બી, સી એમ ત્રણ બ્લોકમાં નિર્માણ થશે. કુલ 6 માળનું આ વિશાળ મોલ બનશે જેમાં પ્રથમ ત્રણ માળમાં 300 જેટલી શો-રૂમ બનાવવામાં આવશે. જેમાં દુકાનો બન્ને તરફ દરવાજાવાળી રહેશે અને ઉપરના બીજા ત્રણ માળમાં કોર્પોરેટ ઓફિસો વગેરે રહેશે. 6,80,000 સ્કેવર ફુટમાં જામનગર નહીં પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રોજેકટ રહેેશે. જે જામનગરની એક અલગ ઓળખાણ ઉભી કરશે.

- Advertisement -

તેમજ રહેવા માટે અતિ આધુનિક વિલા અને શોપિંગ મોલની સાથે સાથે જામનગરના શહેરીજનોને આરોગ્ય સંભાળ માટે જામનગર મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવા પણ આયોજન કરાયું છે. ડો. કેવિન વિરાણીએ જામનગર મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલએ અંગે જણાવ્યું હતું કે, જામનગરને વર્લ્ડકલાસ સુવિધા મળે અને શહેરીજનોના આરોગ્યની ચિંતા કરતા જામસાહેબ દ્વારા આ જામનગર મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલનું સ્વપ્ન સેવ્યું છે જે સાકાર થશે. આ હોસ્પિટલમાં આઈસીયુ, સીટી સ્કેન, રેડિયોલોજી, ગાયનેક, બાળકો માટેનો વિભાગ, બ્લડ બેંક, નવજાત બાળકો માટે એનઆઈસીયુ સહિત તમામ રોગો માટેની સારવાર ઉપલબ્ધ રહેશે. ઉપરાંત જ્યારે દર્દી આવે ત્યારે જો આ હોસ્પિટલમાં કોઇ સારવાર ઉપલબ્ધ ન હોય તો જ્યાં પણ સારવાર ઉપલબ્ધ હોય તો ત્યાં હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને ત્યાં પહોંચાડવામાં આવશે.

મામ પ્રોજેકટો અંગે સમગ્ર માહિતી મુંબઈના રાજેશભાઈ ગાંધી દ્વારા આપવામાં આવી હતી. અને તેમની ટીમમાં અનિલભાઈ દત્તાણી, પરાગભાઈ, નરેન્દ્રસિંહ જાડેજા, ડો. કેવિન વિરાણી, પરાગભાઈ વોરા, મનસુખભાઈ, પ્રમોદસિંહ જાડેજા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં હેમલભાઈ કોટક, નિરજભાઈ દત્તાણી, દિનેશભાઈ મારફતિયા, હિતુલભાઈ કારીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular