Sunday, January 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસઆપણા વડીલો વાપરતા પરંતુ આપણે ભુલી ગયા આ ઘરગથ્થુ ઈલાજ...

આપણા વડીલો વાપરતા પરંતુ આપણે ભુલી ગયા આ ઘરગથ્થુ ઈલાજ…

આપણા વડીલો વાપરતા પરંતુ આપણે ભુલી ગયા આ ઘરગથ્થુ ઈલાજ...

- Advertisement -

જ્યાં સુધી આપણી પાસે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ વિકસે નહીં ત્યાં સુધી આપણે ભણેલા અભણ જ કહેવાશું. જેનું દિલ વડ સમ વિશાળ એ છે વડીલ. વડીલ એટલે સમજણ નો સાર અને અનુભવનો આચાર. ત્યારે નાની મોટી બિમારીઓ માટે આપણા વડવાઓ ઘરગથ્થુ ઉપચાર આપતા જેનાથી નાની નાની તકલીફો સામે આપણે તરત જ સ્વસ્થ થઈ શકતા હતાં. ત્યારે તેમનું આ જ્ઞાન આપણે સૌ ભુલી ગયા છીએ ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા કહે છે કે, આપણા વડીલો વાપરતા અને આપણે ભુલી ગયેલા ઘરગથ્થુ ઇલાજ જોઇએ.

- Advertisement -

– તાવ શરદીમાં તુલસી.
– કાકડામાં હળદર.
– ઝાડામાં છાશ-જીરૂ.
– ધાધરમાં કુવાડિયો.
– હરસ – મસામાં સુરણ.
– દાંતમાં મીઠુ.
– કૃમીમાં વાવડિંગ.
– ચામડીમાં લીમડો.
– ગાંઠમાં કાંચનાર.
– સફેદ ડાઘમાં બાવચી.
– ખીલમાં શિમલકાંટા.
– લાગવા કે ઘા માં ઘા બાજરીયુ.
– દુબળ પણામાં અશ્ર્વગધા.
– નબળા પાચનમાં આદુ.
– અનિંદ્રામાં ગંઠોડા.
– ગેસમાં હિંગ.
– અરૂચિમાં લીંબુ.
– એસીડીટીમાં આંબળા.
– અલ્સરમાં શતાવરી.
– અળાઈમાં ગટલી.
– પેટના દુ:ખાવામાં કાકચિયા.
– ઉધરસમાં જેઠીમધ.
– પાચન વધારવા ફુદીનો.
– સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસુદ
– શરદી ખાંસીમાં અરડુસી.
– શ્વાસ ખાંસીમાં ભોંય રીંગણી.
– યાદશકિત વધારવા બ્રાહ્મી.
– મોટાપો ઘટાડવા જવ.
– કિડની સફાઈ કરવા વરિયાળી.
– તાવ દમમાં ગલકા.
– વા માં નગોડ.
– સોજા કે મુત્રરોગમાં સાટોડી.
– કબજિશયાત અને ચર્મ રોગમાં ગરમાળો.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular