સ્વ. જીવીબેન નારણભાઈ માડમની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે તેમજ સ્વ. પ્રહલાદભાઈ નારણભાઈ માડમ તથા સ્વ. નીતાબેન ગોવિંદભાઈ માડમની પૂણ્યસ્મૃતિમાં તેમના પરિવારના જીગરભાઈ માડમ અને સાગરભાઈ માડમ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. છેલ્લાં છ વર્ષથી આ સેવાભાવીઓ દ્વારા દર્દીઓને ઉપયોગી વસ્તુઓનું જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાન આપવામાં આવે છે ત્યારે શુક્રવારે જી. જી. હોસ્પિટલને 10 જેટલી વ્હીલચેરનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ તકે દાતા પરિવારના જીગરભાઈ માડમ, સાગરભાઈ માડમ, ગૌરવભાઈ માડમ, આશિષભાઈ માડમ, યશ માડમ, જતીન માડમ, શિવ માડમ, આરવ માડમ, નવીનભાઈ લાખાણી, કનુભાઈ નંદાણિયા, દિનેશભાઈ, ભરતભાઈ પરમાર, હસમુખભાઈ સોનગરા, રમેશભાઈ મકવાણા, ઈસ્માઇલભાઈ વાંઢા, કૃણાલભાઈ માડમ, માહિરભાઈ માડમ, મિતેશભાઈ ભટ્ટ, દિપકભાઈ ચુડાસમા, ઋષિભાઈ નાનાણી, જૈશાભાઈ ચાવડા, અમરીશ જાડેજા, કરણસિંહ વાઘેલા, રમેશભાઈ ગાગલિયા, ઈન્દ્રજીતસિંહ ભટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


