Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમા ‘જાડા’માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે દેવાંશી ભટ્ટની નિમણૂંક

જામનગરમા ‘જાડા’માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે દેવાંશી ભટ્ટની નિમણૂંક

જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નિમણૂક મળતાં સન્માન

- Advertisement -

જામનગરની દીકરી દેવાંશી ભટ્ટ એક પ્રતિભાશાળી યુવતી છે જેણે પોતાના જીવનમાં અનેક ઉંચાઈઓ હાંસલ કરી છે. શાળાના દિવસોથી જ તેમને અભ્યાસમાં અને કળામાં ખૂબ રસ હતો. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યા બાદ તેમણે રાજકોટ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સરકારી નોકરી મેળવવાનું નક્કી કર્યું અને ગાંધીનગરમાં જીપીએસસીની તૈયારી શરૂ કરી.

- Advertisement -

કઠોર મહેનત અને અથાગ પરિશ્રમ બાદ તેમણે ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ ની પરીક્ષા પાસ કરી. હાલમાં તેમને જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા)માં ’આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર’ તરીકે નિમણૂક મળી છે. આ નિમણૂકથી તેમના પરિવાર અને જામનગર શહેરનું ગૌરવ વધ્યું છે.

દેવાંશી ભટ્ટ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ ડાન્સમાં પણ ખૂબ નિપુણ છે. તેઓ નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ રાખતા હતા. તેમણે અનેક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનમાં વિજેતા પણ રહી ચૂક્યા છે. તેઓ મેરેજ કોરિયોગ્રાફી પણ કરે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલમાં તેમણે ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

- Advertisement -

દેવાંશી ભટ્ટની આ સિદ્ધિ માટે જામનગરના નવાગામ રામેશ્વર નગર બ્રહ્મસમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ દેવાંશી ભટ્ટને શુભકામનાઓ પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. દેવાંશી ભટ્ટ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરી છે. તેમની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular