Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં પેઢીની પાંચ લાખની રોકડ ચોરીનો ભેદ ઉકેલાયો

હાપા યાર્ડમાં પેઢીની પાંચ લાખની રોકડ ચોરીનો ભેદ ઉકેલાયો

સંજય ટ્રેડીંગમાંથી પાંચ લાખની રોકડની ચોરી : 30 મિનિટમાં તસ્કર રોકડ લઇ ગયો : એલસીબીએ રોકડ, બાઈક સાથે એકટીવાચાલકને દબોચ્યો: પંચકોશી બી ડીવીઝનને સોંપવા તજવીજ

- Advertisement -

જામનગર તાલુકાના દડિયા ગામના વેપારી યુવાનની હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલી પેઢીમાંથી દરવાજાની ફ્રેમ ઉખેડી કાચ કાઢીને અંદર પ્રવેશ કરી તસ્કરો રૂા.5 લાખની રોકડ ચોરી કરી ગયાના બનાવમાં એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ પાંચ લાખની ચોરાઉ રોકડ રકમ અને બાઇક સાથે હાપાના શખ્સને દબોચી લીધો હતો.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો ભરતભાઇ મનસુખભાઈ નંદા (ઉ.વ.38) નામના યુવાનની હાપા માર્કેટીંગ યાર્ડમાં દુકાન નંબર સી-103 સંજય ટ્રેડીંગ નામની પેઢીમાં ગત તા. 21 ના રોજ વહેલીસવારના 05:30 થી 06:00 વાગ્યાના 30 મિનિટના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ સટટ્ટર ખોલીને દુકાનમાં પ્રવેશ કરી સીડી મારફતે ઉપર જઇ ઓફિસના એલ્યુમિનિયમ દરવાજાની ફ્રેમ ઉખેડી કાચ કાઢી નાખી ટેબલના ખાનાની ચાવીઓ શોધી અને કબાટ ખોલ્યો હતો. તેમજ કબાટની તિજોરીમાં રાખેલી પાંચ લાખની રોકડ રકમ ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી મોરકંડા ગામના પાટીયા નજીકથી જીજે-10-ઈએ-1302 નંબરના બાઈક પર પસાર થતા શંકર રમેશ ધાંધલપરા (રહે.હાપા ખારી વિસ્તાર) નામના તસ્કરને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન અને પાંચ લાખની ચોરાઉ રોકડ રકમ તથા બાઈક સહિત કુલ રૂા.5,45,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પંચકોશી બી ડીવીઝન પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular