Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસોલાર કેબલ વાયર ચોરીમાં કચ્છની ગેંગને દબોચી લેતી ધ્રોલ પોલીસ

સોલાર કેબલ વાયર ચોરીમાં કચ્છની ગેંગને દબોચી લેતી ધ્રોલ પોલીસ

બે લાખના કોપર વાયર ચોરીમાં ધ્રોલ પોલીસની સરાહનીય કામગીરી: 8.53 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચ્યા : ત્રણ ચોરીનો ભેદ ઉકેલાયો : ઝડપાયેલા તસ્કરો વિરૂધ્ધ કચ્છ, ભુજમાં 19 ગુનાઓ નોંધાયેલા છે

- Advertisement -

ધ્રોલ તાલુકાના હરીપર નજીક આવેલા સોલાર પ્લાન્ટમાંથી બે લાખની કિંમતના 10 હજાર મીટર વાયર ચોરીના બનામાં સીસીટીવી કેમેરા અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ધ્રોલ પોલીસે સાત શખ્સોને 8.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાંથી 10 દિવસ પૂર્વે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો રૂા.2 લાખની કિંમતનો 10 હજાર મીટર સોલાર વાયર ચોરી કરી ગયા હતાં આ ઘટનામાં સીસીટીવી ફુટેજ અને હેકો રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, રઘુવીરસિંહ જાડેજા, કરણભાઈ શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ વી રાઠોડ, હેકો રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, કલ્પેશભાઇ દલસાણીયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઈ શિયાર, ભગીરથસિંહ જાડેજા, મનિષભાઈ વાડોલિયા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ભાદ્રા ગામના પાટીયાથી ધ્રોલ તરફ આવવાના માર્ગ પર માવાપર ગામના પાટીયા પાસે જીજે-12-એફબી-2913 નંબરની રૂા.3 લાખની કિંમતની ટ્રીબર કાર અને જીજે-12-બીએકસ-1665 નંબરનું ચાર લાખની કિંમતની મીની 407 નામના બે વાહનોને આંતરી લીધા હતાં.

પોલીસે આ વાહનોમાંથી મામદ સીદીક ત્રાયા, બિલાલ ઉર્ફે મહોસીન જુસબ હિંગોરજા, અઝરૂદીન ગુલમામદ હિંગોરજા, ઈમરાન ભચુર નાગડા, હાજી ભચુર નાગડા, રફિકશા અલીશા શેખ, મોસીનઅલી મહમદયુસુફ ગરાસીયા (રહે. કચ્છ બધા) નામના સાત શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.1,33,000 ની કિંમતનો 190 કિલો ચોરાઉ કોપર વાયર તથા રૂા.20000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ અને વાયર કટીંગ કરવા માટેના સાધનો મળી કુલ રૂા.8,53,600 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ તસ્કર ગેંગ ધ્રોલમાં થયેલી ચોરી તથા ધ્રાંગડાના બાવરી ગામ નજીકના સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી તથા હળવદના રણજીતગઢ પાસેના સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ઉપરાંત આ તસ્કર ગેંગનો ઈતિહાસ ગુનાહિત રહ્યો હતો. જેમાં હાજી ભચુર નાગડા વિરૂધ્ધ કંડલા, ગાંધીધામ, ભચાઉ અને મુન્દ્રામાં જુદા જુદા 10 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે રફિકશા અલીશા શેખ વિરૂધ્ધ પધર, ભચાઉ અને અંજારમાં ચાર ગુનાઓ અને બીલાલ ઉર્ફે મહોસીન જુસબ હિંગોરજા વિરૂધ્ધ અંજારમાં બે ગુનાઓ તથા ઈમરાન ભચુર નાગડા વિરૂધ્ધ ભચાઉ અને ગાંધીધામમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular