જામનગર પોલીસ દ્વારા લાલપુર રોડ ઉપર વ્યાજખોર દ્વારા ખડકાયેલ ગેરકાયદેસર દુકાનો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો હાજર રહી તેમની દેખરેખ હેઠળ આ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં લાલપુર રોડ પર સીમંધર સ્પેસની બાજુમાં વ્યાજખોર દ્વારા ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવી હોય અને ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધર્મેશ રાણપરીયાને આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. ગત તા. 10 જુન 2024 ના રોજ નોટિસ ફટકારવામાં આવી હોવા છતા આ અંગે કોઇ કાર્યવાહી ન થતા જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ, જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અને આ દબાણ દુર કરવામાં આવ્યું હતું.
પોલીસની કામગીરીને બિરદાવતા પરિમલ નથવાણી
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગરમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવાની કડક કાર્યવાહી કરવામાં આવતા રાજ્ય સભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ સોશિયલ મીડિયાના ‘એકસ’ પ્લેટફોર્મ ઉપર ટવીટ કરી જામનગર પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
Commendable job done by @SP_Jamnagar Shri Premsukh Delu and @mcjamnagar for removing the illegal structures built by Dharmesh Patel, brother of gangster Jayesh Patel. Dharmesh Patel has been charged under sections of the Money Lenders Act, including extortion and is currently on… pic.twitter.com/5CysleTCEA
— Parimal Nathwani (@mpparimal) December 21, 2024