ઘણી વખત રાંધેલો ખોરાક પુરો ખવાતો નથી અને થોડું મચી રહે છે. ત્યારે આપણે તેને ફ્રિઝમાં રાખી મૂકીએ છીએ અને ફરી ભૂખ લાગતા ફરી ગરમ કરીને ખાઇએ છીએ. ત્યારે ઘણી એવી પણ ખાવાની ચીજો છે. જેને ફરીથી ગરમ ન કરવી જોઇએ. આમ કરવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. ફલેવર અને સ્વાદ ચાલ્યો જાય છે. તો વળી ક્યારેક ફૂડ પોઇઝનીંગ પણ થઇ શકે છે. ત્યારે કઇ પ્રકારનો આહાર ફરીથી ગરમ કરવો ન જોઇએ તે આપણને ન્યુટ્રિશીયન ગીતીકા બજાજ જણાવે છે.
ચા, પાલક, મશરુમ અને તેલને ફરી ગરમ ન કરવા જોઇએ. ચામાં એનટીઓકમીડ હોય છે અને બીજા પોષક તત્વો જે તેને ફરી ગરમ કરી ઉપયોગમાં લેવાથી તે નાશ પામે છે. તેનો સ્વાદ બદલાય છે. તો વળી એસીડીટી પણ થઇ શકે છે. તેમજ પાલકને ફરી ગરમ કરવાથી તેમાં રહેલુ નાઇટ્રેટ નાઇટસાઇટમાં બદલાય છે. જે એમીનો એસિડ સાથે મળીને નાઇટ્રોસમાઇન બની શકે છે. જે કેન્સરનું કારણ બની શકે છે. આ ઉપરાંત પેટ અને ફેફસામાં પણ નુકસાન કરે છે. પાલકને ફરી ગરમ કરતાં તેનો સ્વાદ અને રંગ બંને બદલાય છે. તેમાંથી મળતું વિટામિન અને પોષણ નથી મળતું.
તે રીતે જ તેલનો પણ ફરી ઉપયોગ હાનિકારક છે. તેલને ગરમ કરી ચીજો તળીને ફરી તેને ગરમ કરતાં તેમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય છે. જેનાથી શરીરના અંદરના ભાગે સોજા અને હાર્ટડીસીસ થઇ શકે છે. મશરુમથી બનેલી વસ્તુને ફરી ગરમ કરતાં તેમાં બેકટેરીયા વધે છે. જે કેટલીય બિમારીનું કારણ બને છે. આમ, ઘણા આહારોને તાજેતાજો જમવુ સારું છે. પરંતુ તેને ફરી ગરમ કરી ઉપયોગમાં લેવું હિતાવહ નથી.