Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દુબઇ અને જામનગરની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ - VIDEO

જામનગરમાં દુબઇ અને જામનગરની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ – VIDEO

દુબઇની જીફોર્સ ક્રિકેટ એકેડમીના 40 ખેલાડીઓ 11 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે : દુબઇની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી

- Advertisement -

જામનગરના ક્રિકેટ બંગલા ખાતે જામનગર અને દુબઇની ટીમ વચ્ચે મેચ યોજાયો હતો. જેનો પુર્વ શહેર ભાજપા પ્રમુખ સહિતના અગ્રણીઓએ ટોસ ઉછાડી પ્રારંભ કરાવ્યો હતો. દુબઇની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

- Advertisement -

દુબઈની જી-ફોર્સ ક્રિકેટ એકેડમીના 40 જેટલા ખેલાડીઓ 11 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. અંડર-12, અંડર-14, અંડર-16 અને અંડર-19 એમ ચાર ટીમો સૌરાષ્ટ્રના પ્રવાસે આવી છે. જેમાં દુબઈની ટીમનો ભારત, દુબઇ, યુકે., સ્વીત્ઝરલેન્ડ, સાઉદીય અરેબિયા, બેહરીન, અમેરીકા, સીંગાપુર સહિતના ખેલાડીઓ છે. આજે જામનગરના અજીતસિંહ પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામનગર અને દુબઇની અંડર-19 ટીમ વચ્ચે 40 ઓવરનો ક્રિકેટ મેચ યોજાયો હતો. જેમાં આજે સવારે જામનગર શહેર ભાજપા પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણીના હસ્તે ટોસ ઉછાડી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દુબઇની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી.

- Advertisement -

આ તકે જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, મેનેજર ભરતભાઈ મથ્થર, મીડિયા કન્વીનર જયેશભાઇ ધોળકીયા, દુબઇ ટીમના કોચ ગોપાલ જશાપર તથા તેમની સાથે સપોર્ટીંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ બંને ટીમને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular