જામનગર તાલુકાના વિજરખી ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાન ચાર શખ્સોએ આવીને કાચની બોટલોના ઘા કરી જેમ ફાવે તેમ બોલી લાકડી અને લાકડાના ધોકા સાથે ઘસી આવતા દુકાનદારે દેકારો કરતા શખ્સો નાશી ગયા હતાં. સામાપક્ષે ચા પીવા ગયેલા યુવક ઉપર 11 શખ્સોએ સમાધાન કરવું નથી તેમ કહી પાઈપ, લાકડી વડે હુમલો કર્યો હતો અને અન્ય શખ્સે બાઈકમાંથી પેટ્રોલ કાઢી યુવકનું એકટીવા અને યામાહા બાઈક પર પેટ્રોલ છાંટી બંને વાહનો સળગાવી દીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી મોમાઇ ડિલકસ પાન નામની દુકાને ભરતભાઈ કારાભાઈ સરસીયા અને તેના પિતા થડા ઉપર બેઠા હતાં તે દરમિયાન સોમવારે સાંજના સમયે બાઇક અને એકટીવા પર ચાર શખ્સો ઘસી આવ્યા હતાં. ઘસી આવેલા શખસોમાં અજય મકવાણા, કિશન મકવાણા, રાયધન મકવાણા અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ દુકાનમાં કાચની બોટલોના ઘા કરી દુકાનદાર ભરતને જેમ ફાવે તેમ બોલી ધમકી આપી હતી. તેમજ અન્ય શખ્સો લાકડી અને ધોકા સાથે દુકાનમાં ઘસી આવતા દુકાનદાર ભરતે દેકારો કરવા લાગતા ચારેય શખ્સો બાઈક પર નાશી ગયા હતાં. ત્યારબાદ આ અંગેને જાણ કરતા હેકો બી એચ લાબરીયા તથા સ્ટફે ભરતભાઈના નિેદનના ધારે ચાર શખ્સો િરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
સામાપક્ષે અલિયાબાડાના નરેશભાઈ પરમાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ નરેશ તથા અન્ય લોકો વીજરખી ગામમાં આવેલી મોમાઇ ડિલકસ પાનની દુકાને ચા પીવા ગયા ત્યારે ભરત કાળા સરસીયાએ નરેશભાઈ સહિતના પાસે આવીને તમો બધા મારી બેન બાબતે થયેલી માથાકૂટનું સમાધાન માટે આવ્યા છો પણ મારે સમાધાન કરવું નથી. તમે જતા રહો. તેમ કહી ભરત, કાળા ખેંગા સરસીયા, પરબત સરસીયા, રમેશ હરીભાઈ, અશ્ર્વિન ખેંગાર, બાબુ સરસીયા, મૈયા સરસીયા, મનસુખ સરસીયા, સંજય સરસીયા, કારા સરસીયા, ગોપાલ સરસીયા નામના 11 શખ્સોએ એકસંપ કરી લાકડી અને પાઈપ વડે નરેશ ઉપર હુમલો કર્યો હતો. તેમજ કોઇના બાઈકમાંથી પેટ્રોલ કાઢી નરેશનું એકટીવા તથા રાયધનભાઈના યામાહા બાઈક ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દઈ બંને વાહનો સળગાવી નાખ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.


