Friday, December 5, 2025
Homeખબર સ્પેશીયલદરરોજ વિદેશ જનારી એર હોસ્ટેસની પાસપોર્ટ-વિઝાની પ્રોસેસ શું હોય છે...???

દરરોજ વિદેશ જનારી એર હોસ્ટેસની પાસપોર્ટ-વિઝાની પ્રોસેસ શું હોય છે…???

ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરતા પહેલાં આપણે પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસમાં અટવાઈ જતાં હોઇએ છીએ. ત્યારે શું તમે વિચાર્યુ છે કે દરરોજ વિદેશ જનારી એર હોસ્ટેસની પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ શું હોય છે ??? ચાલો જાણીએ…

- Advertisement -

જે એર સ્ટાફની ડયુટી ઈન્ટરનેશનલ ફલાઈટસમાં હોય છે તેમને અઠવાડિયે વિદેશ જવાનું થતું રહે છે. ત્યારે શું આપે કયારેય વિચાર્યુ છે કે તેમણે વિઝા લેવા પડતા હશે ?? શું તેમના પાસપોર્ટ પર પણ હંમેશા દર વખતે સ્ટેમ્પ લાગે છે ??? તો ચાલો જાણીએ…. એરલાયન્સ, પાયલોટ અને ફલાઈટ અટેનડન્ટના પાસપોર્ટ અલગ નથી હોતા. તેમનો પાસપોર્ટ પણ સામાન્ય માણસ જેવો જ હોય છે. એરલાઈન્સ સ્ટાફ માટે વિઝા પ્રોસેસની અલગ વ્યવસ્થા હોય છે. જે હર દેશમાં જુદી જુદી જોવા મળે છે. ભારતથી જતા સ્ટાફ માટે દરેક દેશમાં અલગ નિયમ હોય છે. અમુક દેશોમાં સ્ટાફ માટે પણ નોર્મલ વિઝા હોય છે અને પાસપોર્ટ પર પણ જ એન્ટ્રી એકઝીટ સ્ટેમ્પ લાગે છે.

જ્યારે અમુક દેશોમાં સ્ટાફને એક સાથે લાંબા સમયના વિઝા મળી જાય છે. જેમાં તેઓ ઘણીવખત ત્યાં આવી જાય શકે છે. જ્યારે અમુક દેશો એવા પણ છે જ્યાં જવા માટે ફલાઈટ સ્ટાફેન વિઝાની જરૂરત નહી હોતી. આ સ્થિતિમાં એરલાઈન્સ તરફથી સ્ટાફને માહિતી બીા દેશમાં આપામાં આવે છે જેને જનરલ ડિકલેરેશન કહે છે. જેમાં તેનો રિટર્નનો સમય પણ નોંધેલો હોય છે. આ સ્થિતિમાં જો તેઓ એરપોર્ટની બહાર પણ જાય તો તેઓને વિઝાની જરૂરત નથી હોતી આ ડીકલેરશન તેમના માટે વિઝા જેવું કામ કરે છે. જ્યારે એરસ્ટાફના પાસપોર્ટમાં દરેક વખતે સ્ટેમ્પની જરૂર નથી હોતી અને તેમના ઈમિગે્રશનની પ્રોસેસ અલગ હોય છે. જે ડીકલેરેશન પર જ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular