જામનગર જિલ્લા પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન માટે આવેલા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રવિવારે સવારે પોલીસ હેડકવાર્ટર ખાતે પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. વહેલી સવારે યોજવામાં આવેલી પરેડમાં પોલીસ જવાનો દ્વારા આઇજીને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસના અશ્વદળ તેમજ શ્વાનની ટુકડીએ પોતાના કરતબ રજૂ કર્યા હતા. ઇન્સ્પેકશન દરમ્યાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ પણ સાથે રહયા હતા. બે દિવસના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવેલા રેન્જ આઇજી આ અગાઉ એસપી કચેરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજીને જિલ્લામાં ક્રાઇમ રેકોર્ડ અંગે સમીક્ષા કરી હતી.


