Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં જધન્ય અપરાધ: પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મ

ખંભાળિયામાં જધન્ય અપરાધ: પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મ

આરોપી શખ્સની ધરપકડ: સર્વત્ર ફિટકાર

ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે હવસખોર બાપની અટકાયત કરી લીધી છે.

- Advertisement -

પિતા-પુત્રીના નિર્મળ સંબંધોને શર્મસાર કરતા આ ચકચારી બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા એક પરિવારની 12 વર્ષની સગીર બાળાની છેલ્લા એકાદ વર્ષમાં પોતાના પિતા દ્વારા અવારનવાર શારીરિક છેડતી કરી, અને દુષ્કર્મ આચરવામાં આવતા આખરે આ સગીરાએ સમગ્ર આપવીતી પોતાની માસીને વર્ણવી હતી. આથી સગીરાના માસીએ ખંભાળિયા પોલીસ મથકમાં પોતાના બનેવી અને ભોગ બનનાર બાળાના પિતા સામેની આ સમગ્ર હકીકત વર્ણવી હતી. જેને અનુસંધાને ખંભાળિયા પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આશરે 47 વર્ષના આ શખ્સની અટકાયત કરી લીધી હતી. આ બનાવે નરાધમ બાપ સામે સર્વત્ર ફિટકારની લાગણી પ્રસરાવી છે.

સગીરાના માતા છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું તેમજ હાલ તેણી પોતાના માવતરે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવે આરોપી બાપ સામે સર્વત્ર ફિટકારની લાગણી પ્રસરાવી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની જુદી જુદી કલ હેઠળ ગુનો નોધી, આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર કામગીરી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ પી.આઈ. સરવૈયા તેમજ પી.એસ.આઈ. આર.આર. ઝરૂ અને સ્ટાફ તથા એલ.સી.બી.ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular