દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત કાવતરૂં રચીને એક કાર્ડ હોલ્ડરના ઓફલાઈન કાર્ડમાંથી યુપીઆઈ મારફતે રૂપિયા 75,099 ની રકમ હોટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને હોટેલના ભાડાના ભરેલા રૂપિયા 50,000 પરત લઈ અને હોટલ બિલના રૂપિયા 75,099 ની યેનકેન પ્રકારે છેતરપિંડી કરી, વિશ્ર્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં છત્તીસગઢ રાજ્યના રાજનંદગાવ વિસ્તારમાં રહેતા યશ અશોકભાઈ જુમાણી, આદિત્યસિંહ દિનેશસિંહ સોલંકી, ઉદિત પ્રીતમ ધનસાની, પ્રથમ અશોક મંજર, સાહિલ રાજેશ મોટવાણી, દીપક તેજવાણી તેમજ જયકિસત સરબજીતસિંહ નામના કુલ સાત શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે દ્વારકા પી.એસ.આઈ. એન.ડી. કલોતરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.