જામનગર શહેરના મયુરગ્રીન સોસાયટી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી બે તસ્કરોએ રૂા.86,360 ની કિંમતનો ઈન્ટરનેટનો કેબલ વાયર ચોરી કરી જઇ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના મયુરગ્રીન સોસાયટીના જુદા જુદા વિસ્તારમાં પાથરેલા ખાનગી કંપનીના ઈન્ટરનેટ કેબલ વાયર બે મહિનાના સમય દરમિયાન યુસુફ ઉર્ફે પપ્પુ ખફી અને સમીર ખફી નામના બે શખ્સોએ જુદા જુદા સ્થળોએથી 5100 ની કિંમતનો 300 મીટર ઈન્ટરનેટનો કેબલ તથા રૂા.81260 ની કિંમતનો 4780 મીટર કેબલ વાયર મળી કુલ રૂા.86,360 ની કિંમતનો કેબલ વાયર ચોરી કરી ગયા હતાં અને આ કંપનીના કર્મચારી શકિતસિંહ પ્રતાપસિંહ ઝાલાને જો આ વાયર વિશાલ ભટ્ટી તથા ઈમરાન અંસારી ફરીથી નાખશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચોરી કરી ધમકી આપનાર બે શખ્સો અંગેની શકિતસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.