મધ્યપ્રદેશના છતરપુરમાં 12 મા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલમાં પ્રિન્સીપાલ સુરેન્દ્રકુમાર સકસેનાની ગોળી મારીને હત્યા કરી નાખી. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ધામોરા સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કુલની ઘટના બાદ આરોપી વિદ્યાર્થી પ્રિન્સીપાલનું સ્કુટર લઇને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ આરોપી વિદ્યાર્થીને નૌગાંવમાંથી ઝડપી લીધો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રિન્સીપાલે વિદ્યાર્થીના પિતાને ઘણી વખત ફોન કરી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, તમે તમારા દિકરોનું ધ્યાન રાખો, તે ખરાબ રસ્તો ચડી ગયો છે. ત્યારથી તે પ્રિન્સીપાલ પર નારાજ હતો. આરોપી છેલ્લાં એક સપ્તાહથી પિસ્તોલ લઇને સ્કુલમાં આવતો હતો. તેણે બધાને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, મારા પરિવારને ફરિયાદ કરનાર આચાર્ય અને શિક્ષકને મારી નાખીશ.
પોલીસ પૂછપરછ દરિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આરોપી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ પર ટિપ્પણી કરીને તેમને ચીડવતો હતો. આ અંગે વિદ્યાર્થિનીઓએ શિક્ષક અને પ્રિન્સીપાલને ફરિયાદ કરી હતી. પ્રિન્સીપાલે વિદ્યાર્થીને સખ્તાઈથી સમજાવ્યો હતો. પરંતુ તે માનવા તૈયાર ન હતો. આના પર પ્રિન્સીપાલે તેના પરિવારના સભ્યોને સ્કૂલમાં બોલાવ્યા અને પુત્રની ફરિયાદ કરી તેના ખુલાસા બાદ શિક્ષકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થી શુક્રવારે સવારે સ્કુલે આવ્યો હતો. બપોરે લંચ બાદ તે અચાનક પ્રિન્સીપાલના રૂમમાં ઘુસ્યો હતો. પરંતુ, પ્રિન્સીપાલ ત્યાં નહોતા જ્યારે તેણે વિદ્યાર્થીઓને પૂછયુ કે સર કયા છે તો તેને બાથરૂમ તરફ જવાનું કહેવામાં આવ્યું. આ પછી તે ઝડપથી બાથરૂમ તરફ ગયો અને પાછળથી તેમના પર ફાયરીંગ કર્યુ. ગોળી પ્રિન્સીપાલના માથામાં વાગી હતી અને તેઓ સીધા જમીન પર ઢળી પડયા હતાં નજીકના બાથરૂમમાં ગયેલા વિદ્યાર્થીઓ બુમો પાડતા ભાગી ગયા હતાં.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે જો તેઓ કંઈ કહેશે તો તેઓ તેમને ગોળી મારી દેશે. તે ત્યાંથી પિસ્તોલ લહેરાવતો ઓફિસ પહોંચ્યો. અહીં ટેબલ પર રાખેલા પ્રિન્સીપાલના સ્કૂટરની ચાવી લીધી. હેલ્મેટ નીચે ફેંકી દીધું અને ખુરશી તોડવાનો પ્રયાસ કર્યો. આ પછી તેણે બાળકોને ધમકાવીને સ્કૂટર ચાલુ કર્યુ અને ત્યાંથી ભાગી ગયો. આરોપીની ધમકી અને હાથમાં પિસ્તોલ જોઇને તમામ શિક્ષકો બાળકોને કલાસની અંદર લઇ ગયા અને દરવાજો બંધ કરી દીધો. આરોપીના ગયા બાદ તેમણે દરવાજો ખોલ્યો અને પોલીસને જાણ કરી હતી.
પ્રિન્સીપાલના નાના ભાઈ રાજન્દ્ર સકસેનાએ કહ્યું કે, મારા ભાઈ આ સ્કૂલમાં લગભગ 4-5 વર્ષથી પોસ્ટેડ હતો પરંતુ કેટલાંક લોકો તેના પર બિનજરૂરી દબાણ કરતા હતાં. તેઓ તેમને ખોટા કામ કરાવવા માટે ટોર્ચર કરતાં હતાં. સ્કુલનો દરવાજો હંમેશા બંધ રહે છે. પરંતુ, આજે ખુલ્લલો રાખવામાં આવ્યો હતો. કોઇપણ ઘુસી શકે છે, કોઇપણ ભાગી શકે છે. મને લાગે છે કે આ હત્યા એક પ્લાનના ભાગરૂપે કરવામાં આવી હતી. જેથી આરોપી ગુનો કર્યા બાદ સરળતાથી ભાગી શકે.
સ્કૂલમાં તૈનાત શિક્ષક હરીશંકર જોશીએ જણાવ્યું છે કે, હું સાક્ષરતા અભિયાનના સર્વે માટે ગયો હતો. ત્યાંથી પરત ફરી વખત મેં વિદ્યાર્થીઓને ઘરે જતા જોયા. જ્યારે મેં તેને પુછયુ કે તેને છોડી દેવામાં આવ્યા તો તેમણે મને કહ્યું કે, પ્રિન્સીપાલને કોઇએ ગોળી મારી છે. મે તરત જ 100 નંબર પર 108 પર ફોન કર્યો. સાહેબને કોઇને સાથે વિવાદ નહોતો. ખૂબ સારા વ્યક્તિ હતાં.