જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર શહેર તથા લાલપુર, જામજોધપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 57.92 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી.
જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા ફરી એક વખત વીજચોરીના દુષણને ડામવા અધિક્ષક ઇજનેરની સૂચના હેઠળ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઇકાલે પીજીવીસીએલની 39 જેટલી ટીમો દ્વારા 27 લોકલ પોલીસ તથા 10 એકસઆર્મી મેન સહિતના બંદોબસ્ત સાથે જામનગર શહેરના ધરારનગર વામ્બે આવાસ, હનુમાન ટેકરી, યાદવનગર, બેડેશ્ર્વર, બેડી, પુનિતનગર, મહાપ્રભુજીની બેઠક સહિતના જામનગર શહેરના વિસ્તારો ઉપરાંત લાલપુર, વાલાસણ, સીદસર સહિતના લાલપુર અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન કુલ 451 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 92 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ કુલ રૂા. 57.62 લાખની વીજચોરી ઝડપાઇ હતી. પીજીવીસીએલના વીજ ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.