જામનગરના નાગનાથ નાકા પાસેના વિસ્તારમાં રહેતાં રીક્ષા ચલાવતા યુવાને વ્યાજે લીધેલા 17 લાખ પેટેે સાડા નવ લાખ ચૂકવી દીધા છતાં વધુ 15 લાખની ઉઘરાણી કરતા વ્યાજખોરે ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ નાકે આવેલી પઠાણ ફરીમાં રહેતાં અને રીક્ષા ચલાવતા અકરમભાઈ જાવીદભાઈ પઢીયાર નામના યુવાને રીયાજ જુસબ કુરેશી પાસેથી 10 મહિના પહેલાં રૂા.17 લાખ માસિક 7 ટકાના વ્યાજે લીધા હતાં. જે પેટે આજ દિવસ સુધી સાડા ચાર લાખ રૂપિયા રોકડા અને પાંચ લાખની કિંમતનો કરીયાણાનો માલ સામાન મળી કુલ રૂા.9,50,000 ચૂકવી દીધા હોવા તેમ છતાં વ્યાજખોર રીયાઝ દ્વારા અકરમ પાસે વધુ 15 લાખની પઠાણી ઉઘરાણી કરી ગાળો કાઢી માર માર્યાની ધાકધમકી આપી હતી. આ બનાવમાં અકરમ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.