દિપાવલી બાદ નૂતન વર્ષ નિમિતે સર્વે કાર્યકરોને શુભેચ્છા પાઠવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાનું સ્નેહ મિલન તા. 30, નવેમ્બર ના રોજ ખીજડીયા બાયપાસ ચોકડી ખાતે યોજવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલનમાં 77-જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ધારાસભ્ય, રાજયમાં કૃષીમંત્રીનું સ્થાન શોભાવતા ખેડૂતપુત્ર રાઘવજીભાઈ પટેલે સૌ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ઠેબા ચોકડી પાસે ઓવરબ્રીજ મંજુર કરાયાનું જાહેર કર્યુ હતું. જેને સૌએ હર્ષથી વધાવી લીધું હતું. આ ઉપરાંત રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્ર્નેે રાજય સરકાર સતત સજાગ હોવાનું જણાવી ઉમેરેલ કે કોઈ ખેડૂતોને ખાતરની તંગી નહી રહે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો અને વિરોધપક્ષો દ્વારા ફેલાવેલ અફવામાં ન દોરાવા ણાવી કહેલ કે યુરીયાનો પુરતો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે.
સ્નેહમિલનની શરૂઆતમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ સૌ કાર્યકરોને શુભેચ્છા આપતા ટેકાના ભાવે ખરીદી બલ રાજય સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સૌની યોજનામાં જામનગરના વિસ્તારોનો ઉલ્લેખ કરી ખેડૂતોને થયેલ લાભની વાત કરતાં હાલમાં ચાલી રહેલ સંગઠન સંરચનાની માહિતી આપી પોતાના લાક્ષણીક વકતવ્યમાં સંગઠનનું કાર્ય હંમેશા આ જ રીતે પુરજોષમાં ચલાવવા સૌ કાર્યકરોને આહવાહન કર્યુ હતું.
સાંસદ પૂનમબેન માડમે સ્નેહમિલન પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જગાવેલ વિકાસ જયોત આપણા વિસ્તારમાં પણ સુપેરે પહોંચેલ છે તેમજ વિશ્ર્વભરમાં ભારતનું નામ ઉચું થયેલું જણાવવા ઉપરાંત જિલ્લામાં સૌથી પહેલી વંદે ભારત ટ્રેન બદલ પ્રધાનમંત્રીનો આભાર માની અને સૌને અભિનંદન પાઠવ્યા હતાં. જિલ્લા પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ રાજય સરકારના વિકાસના કામો વર્ણવી જામનગર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલ કામોની છણાવટ કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્નેહમિલન પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણાએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. 77-જામનગર (ગ્રામ્ય) ભાજપ પરિવાર તરફથી જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા મુકુંદભાઈ સભાયાનું શાલ અને મોમેન્ટો સાે વિશષ્ટ સન્માન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, પ્રદેશ કારોબારી સભ્ય ડો. વિનોદ ભંડેરી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી સુરેશભાઈ વસરા, માર્કેટ યાર્ડના ચેરમેન અને તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, સિકકા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, શહેર ભાજપની ીમ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, સરપંચો, બુથ સમિતિથી લઈ, જિલ્લા કક્ષાના કાર્યકરો, પદાધિકારીઓ, મોરચાના આગેવાનો સહિત લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, સતવારા સમાજના આગેવાન માવજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર વાતાવરણ વંદેમાતરમ અને ભારત માતાકી જયના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. આ સ્નેહમિલનનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કરેલ હોવાનું મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવું છે.