Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં સ્ટુડિયોની દિવાલમાં ધડાકાભેર ડમ્પર અથડાયું

જામનગર શહેરમાં સ્ટુડિયોની દિવાલમાં ધડાકાભેર ડમ્પર અથડાયું

અકસ્માતમાં દિવાલમાં તિરાડ પડી ગઈ : છતનો ભાગ તૂટયો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરની ન્યુ આરામ કોલોની વિસ્તારમાં મોડી સાંજના સમયે પૂરપાટ આવી રહેલા ડમ્પરે સ્ટુડિયોની દિવાલ સાથે અથડાતા દિવાલમાં નુકસાન થયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરની ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતાં અને ફોટોગ્રાફી કરતાં રમેશભાઈ નાનજીભાઈ કણજારીયા નામના યુવાનના યોગેશ્ર્વર સ્ટુડિયોમાં ગત તા. 6 ઓકટોબરના રોજ મોડી સાંજના સમયે પૂરપાટ બેફિકરાઈથી આવી રહેલા જીજે-10-એકસ-9398 નંબરના ડમ્પરચાલકે કાબુ ગુમાવતા ડમ્પર સ્ટુડિયોની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા દિવાલમાં તિરાડ પડી ગઇ હતી અને છતનો ભાગ તૂટયો હતો. અકસ્માતના આ બનાવમાં ડમ્પરચાલકે સમાધાન કરી વળતર આપવાની સહમતી દાખવી હતી. ત્યારબાદ ડમ્પરચાલકે વળતર નહીં ચૂકવી ફોટોગ્રાફરે ધાકધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular