Friday, December 27, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં લીલા ચણા ખાવાથી થતા ફાયદા

શિયાળામાં લીલા ચણા ખાવાથી થતા ફાયદા

- Advertisement -

શિયાળાનું આગમન થઈ ચૂકયુ છે. ઠંડીએ રંગે જમાવ્યો છે. ત્યારે શિયાળુ પાકો ફળો શાકભાજી પણ બજારમાં ભરપુર પ્રમાણમાં મળવાના શરૂ થઈ ગયા છે. ત્યારે સામાન્ય રીતે શિયાળામાં મળતા લીલા ચણા ખાવાથી શું ફાયદા થાય છે તે આપણને આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા જણાવે છે.

- Advertisement -

1. લીલા ચણાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શકિત મજબુત થાય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છેે જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. સાથે જ તે વાઇરલ સંક્રમણ થવાના જોખમને પણ ઘટાડે છે.
2. લીલા ચણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે. જે બ્લડ સુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી બ્લડમાં ગ્લુકોઝ અને લિપીડ પ્રોફાઇલ પર સકારાત્મક અસર થાય છે. તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
3. લીલા ચણામાં જે ફાઈબર હોય છે તે પાચન સુધારે છે તેન સેવન કરવાથી કબજિયાત મટે છે અને પાચનતંત્ર સારું રહે છે.
4. લીલા ચણા વિટામિન એ થી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. લીલા ચણા ખાવાથી આંખમાં થતી ઘણી બધી સમસ્યાથી બચી શકાય છે.
5. લીલા ચણામાં એવા તત્વ હોય છે જે મગજની કોશિકાઓને મુકત કણોથી થતા નુકસાન થી બચાવે છે. લીલા ચણા ખાવાથી યાદ શકિત પણ સુધરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular