Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કિડનીની સારવાર અર્થે આવેલ યુવાને દમ તોડયો

જામનગરમાં કિડનીની સારવાર અર્થે આવેલ યુવાને દમ તોડયો

કિડનીની સારવાર ચાલુ હોય તબિયત લથડતા રીક્ષામાં હોસ્પિટલ લઇ જતી વખતે બેશુદ્ધ થઈ ઢળી પડયો : માતાની નજર સામે બાળકના મૃત્યુથી ભારે આક્રંદ

- Advertisement -

જામનગરના એક યુવાનને કિડનીની સારવાર અર્થે લીમડાલાઇન વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલાં ચાલુ રિક્ષામાં દમ તોડી દીધો હતો અને તેની માતાએ ભારે આક્રંદ કર્યું હતું ત્યારે લીમડાલેન વિસ્તારમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતો પંકજ રાજેશભાઈ હરસોરા નામનો 20 વર્ષનો યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાતો હતો, અને તેની જામનગરની લીમડાલેન વિસ્તારમાં આવેલી આણદાબાવા આશ્રમની હોસ્પિટલમાં કિડનીની સારવાર ચાલી રહી હતી અને ડાયાલિસિસ પર હતો. દરમિયાન આજે સવારે તેની તબિયત લથડતાં સારવાર માટે માતા દ્વારા એક રીક્ષામાં લાવવામાં આવ્યો હતો, દરમિયાન તેની સારવાર શરૂ થાય તે પહેલાં જ રિક્ષામાં બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.

આથી 108 ની ટુકડીને તાત્કાલિક અસરથી સ્થળ પર બોલાવવામાં આવી હતી અને 108 ની ટુકડી ેન ધ સારવાર માટે લઈ જવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાથી 108 ની ટુકડીએ એ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ વેળાએ તેની માતા સ્થળ પર હાજર હતી તેણીએ ભારે આક્રંદ કર્યું હતું. તેના પિતા પણ અન્ય રિક્ષા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને માતા પિતા બન્નેએ હૈયાફાટ રૂદન કર્યું હતું ત્યારે ભારે ગમગીની છવાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular