Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયજાણો વોટ્સએપનું અદભૂત ફિચર : તમે વોઇસ મેસેજ સાંભળ્યા વગર જ જવાબ...

જાણો વોટ્સએપનું અદભૂત ફિચર : તમે વોઇસ મેસેજ સાંભળ્યા વગર જ જવાબ આપી શકશો

- Advertisement -

વોટસએપ એ આપણી રોજીંદગી જીવનની દિનચર્યામાં વણાયેલી એપ થઈ ગઇ છે. ત્યારે તેમાં મળતા નવા ફીચરર્સ આપણી ઘણી તકલીફોને સરળ બનાવી દે છે. ત્યારે ગુરૂવારે વોટસએપે એક નવું ફિચર બહાર પાડયું છે. જેના દ્વારા વોઇસ મેસેજ સાંભળ્યા વગર જ હવે તેનો જવાબ આપી શકીશું. તો ચાલો આ ફિચર વિશે જાણીએ….

- Advertisement -

આ ફિચર છે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટની જે ખૂબ ઉપયોગી સાબિત થશે. વોટસએપ પણ ઘણાં સમયથી વોઈસ ચેટ ફીચર મળી રહ્યું છે. જેના દ્વારા વોઇસ ચેટ કરી રહ્યા છીએ. ત્યારે ઘણી વખત એવું બને છે કે જાહેરમાં સાર્વજનિક સ્થળે અથવા તો પરિવાર સાથે હોવ ત્યારે બધાની સામે વોઇસ મેસેજ ચલાવી શકતો નથી, અથવા તો કોઇ પ્રસંગમાં કે બહુ અવાજ આવતો હોશય તેવા સ્થળો પર વોઇસ મેસેજના સંદેશાને સાંભળી શકાતું નથી. આ સ્થિતિમાં આ નવું ફિચર ઘણું ઉપયોગી છે.

આ ફિચરની મદદથી તમે વોઇસ મેસેજને ટેકસ્ટમાં ્રટ કરી શકો છો. અને તેને વાંચી શકો છો. વોટસએપનું કહેવું છે કે ટ્રાસ્કિપ્ટ સીધા જ ઉપકરણ પર જનરેટ થશે, તેથી વપરાશકર્તાની ગોપનીયતા પર કોઇ ખતરો રહેશે નહીં. ોટસએપને તમારા અંગત સંદેશાને એકસેસ કરવાનો અધિકાર પણ નહીં હોય. આ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ માટે તમારે વોટસએપ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેટિંગ્સમાં જવું પડશે. જે ઉપરના જમણા ખુુણે આપેલા ત્રણ બિંદુઓ પર કિલક કરવાથી ઉપલબ્ધ થશે. અહીં તમારે ચેટસના વિકલ્પ પર કિલક કરવાનું રહેશે.

- Advertisement -

અહીં તમારે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટના ફિચર પર જવું પડશે. તેની સામે દેખાતું ટોંગલ ચાલુ કરવાનું રહેશે. તેમ અહીંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો. જો તમે આ ફિચરનો પહેલીવાર ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તે ભાષા ડાઉનલોડ કરવી પડશે. ફીચર ઓન કર્યા પછી જ્યારે પણ વોઇસ મેસેજ મળશે તમારે તેને લાંબો સમય દબાવવો પડશે. ત્યારપછી તમારી સામે ટ્રાસ્ક્રાઈબનો ઓપ્શન આવશે. જેને તમારે સિલેકટ કરવાનો રહેશે. આ પછી થોડા સમય પછી તમને ટ્રાન્સક્રિપ્ટ સંદેશ દેખાશે. આ ફિચર હમણા જ રોલ આઉટ કરવામાં આવ્યું છે. જે ધીમે ધીમે તમામ યુઝર્સ સુધી પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular