Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ

પરેડ પ્રેકટીસ દરમિયાન અજાણ્યા બાઇકસવારને પોલીસકર્મીએ આંતર્યો : શખ્સે પોલીસકર્મી સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો : પોલીસ દ્વારા ફરજ રૂકાવટનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડકવાર્ટર પાસેના પરેડ પ્રેકટીસ ચાલુ હતી તે દરમિયાન બાઈકસવાર ત્યાંથી પસાર થતા પોલીસકર્મીએ આંતરી લીધો હતો. જેથી ઉશ્કેરાયેલા શખ્સે પોલીસકર્મચારી સાથે ગાળાગળી કરી હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર નજીકના પરેડ ગ્રાઉન્ડમાં સવારના સમયે પોલીસ સ્ટાફની પરેડ પ્રેક્ટિસ ચાલી રહી હતી. જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે આ પ્રેક્ટિસ દરમિયાન અહીંથી જુના તથીયા ગામનો સંજય લાખાભાઈ કરમુર નામનો શખ્સ તેનું જી.જે. 37 પી. 9293 નંબરનું મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળતા અહીં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ તેને રોક્યો હતો. અને અહીં પરેડ પ્રેક્ટિસ ચાલુ હોવાથી પરેડ ગ્રાઉન્ડમાંથી નહીં નીકળવા માટે તેન જા્યું હતું.

પરંતુ આરોપી શખ્સે હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેફામ વર્તણૂક કરી, ગાળાગાળી કરી અને હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી સંજય કરમુર દ્વારા ધમકી પણ આપવાાં આવતા આ સમગ્ર ઘટનામાં પોલીસ ફરજમાં રૂકાવટ થવાથી ખંભાળિયા પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular