Thursday, November 21, 2024
Homeરાજ્યજામનગરખીજડિયા પક્ષી અભ્યારણ પક્ષીઓ માટે સ્વર્ગસમાન

ખીજડિયા પક્ષી અભ્યારણ પક્ષીઓ માટે સ્વર્ગસમાન

શિયાળાની શરૂઆત થતા હજારોની સંખ્યામાં વિદેશી પ્રવાસી પક્ષીઓનું આગમન શરૂ

- Advertisement -

- Advertisement -

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભ્યારણ્ય આશરે 605 હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેના વેવિધ્યસભર પક્ષીઓને કાઅરણે સમગ્ર ભારતમાં તે આગવુંસ્થાન ધરાવે છે. જામનગર જિલ્લામાં આશરે 252 જાતના પક્ષીઓ જોવા મળે છે. જ્યારે સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની પણ આશરે 150 જાતો શિયાળામાં જોવા મળે છે. ત્યારે 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

ખીજડિયા પક્ષી અભ્યારણ્ય ખાતે સ્થાનિક પક્ષીઓ ઉપરાંત અત્યારે શિયાાળામાં પ્રવાસી પક્ષીઓ જેવા કે કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા, ચંચળ, પાન, પટ્ટાઇ, વગેરે જેવા અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. જામનગર ખીજડિયા પક્ષી અભ્યારણના રેંજ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા કહે છે કે, ખીજડિયા અભ્યારણ્ય એ પક્ષીઓ વાતાવરણ મળી રહે છે. 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. ત્યારે દિવાળીની રજાઓ દરમિયાન ઘણાં બધા પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી છે.

- Advertisement -

આ ઉપરાંત જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો, શાળા, કોલેજના વિદ્યાર્થીઓની ટીમ સરકારી ભરતીની ટીમો વગેરે દ્વારા પણ અભ્યારણ્યની મુલાકાત લેવાઈ રહી છે. હાલ ત્યાં ડિપાર્ટમેન્ટ તરફથી પ્રવાસીઓ માટે બર્ડ વોચિંગ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા જ એક ગાઈડ પણ આપવામાં આવે છે. જે પ્રવાસીઓને બર્ડની રહેણીકહેણીને વિવિધતા વગેરે અંગે માહિતી મળે છે. હાલ પ્રવાસ માટે આવેલા દહેરાદુનથી આવેલા અંકિતકુમાર જૈન જે તેમની 28 લોકોની ટીમ સાથે ખીજડિયા અભ્યારણ્ય ખાતે મુલાકાતે આવ્યા હોય તેમને જણાવ્યું કે, અહીં તેમને બર્ડ વોચિંગ કરવાનો અનેરો અનુભવ થયો હતો. ગાઈડ દ્વારા તેમને બર્ડ અંગે ખૂબ રસપ્રદ માહિતી મળી રહી છે. આમ અત્યાર સુધીમાં આ વિદેશી પ્રવાસી પક્ષીઓને નિહાળવા હજારો લોકો અભ્યારણ્યની મુલાકાત કરી ચૂકયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular