Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થશે ???

શિયાળામાં લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થશે ???

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે શિયાળામાં ખવાતા શાકભાજી પણ બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લગભગ નાના મોટા દરેકને જાણીતનો એક આહાર એટલે શિયાળામાં મળતી લીલી હળદર છે. જે ખાવો ખૂબ જ લાભદાયક છે. તેનો લગભગ સૌ જાણે જ છે. પરંતુ શિયાળામાં લીલી હળદર ખાવાથી શું ફાયદો થશે તે ચાલો જાણીએ….

- Advertisement -

લીલી હળદર સુકી હળદર કરતા પણ લાભકારી છે. તેમાં એન્ટીઓકસીડેન્ટસ લાભકારી છે. તેમાં એન્ટી ઓકસીડેન્ટસ એન્ટીવાયરલ, એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણધર્મો રહેલા છે.

  • લીલી હળદરમાંથી ભરપુર પ્રમાણમાં આર્યન મળી રહે છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ વધારે છે. આથી એનેમિયા દુર થાય છે.
  • શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ ડીસીઝ સામે રક્ષણ મળે છે.
  • લીલી હળદરનું ડાયટરી ફાયબર ડાઇજેશન બુસ્ટ કરે છે. અને અપચો ને બજયતની સમસ્યા દૂર કરે છે.
  • લીલી હળદરના સેવનથી ડાયાબિટીસઝ કંટ્રોલમાં રહે છે.
  • શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે. તેમજ ઈન્ફેકશન સામે રક્ષણ મળે છે.
  • લીલી હળદર ફકત શરીરને અંદરથી જ નહીં બહારથી પણ તંદુરસ્ત રાખે છે. જેમ કે તે સ્કીન માટે બેસ્ટ છે. ચહેરાની કરચલી દૂર કરીને વધતી ઉમરને તે સ્લો કરે છે.

આમ, લીલી – હળદર શિયાળામાં લેવાથી શરીરને ખુબ ખુબ ફાયદા થાય છે. તેમજ ભોજમાં સાથે તેને લેવાથી સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular