Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં સરાજાહેર દેશી દારૂનું વેંચાણ...!? - VIDEO

જામનગર શહેરમાં સરાજાહેર દેશી દારૂનું વેંચાણ…!? – VIDEO

નાટક કરતા પીધેલ શખ્સો દારૂ વેંચાણનું સ્થળ પણ બતાવે છે : રોકડ રકમ અને મોબાઇલની લૂંટ પણ ચલાવાઈ હોવાનો આક્ષેપ: બાહોશ પોલીસ દેશી દારૂના હાટડાઓ કયારે બંધ કરાવશે ?

- Advertisement -
જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે વર્ષોથી દેશી દારૂનું વેંચાણ થતું હોવાની વ્યાપક ચર્ચાઓ છે અને અગાઉ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન રાત્રિના સમયે દારૂ પીવા આવેલ શખ્સે જાહેર રોડ પર નાટક કર્યુ હતું અને આ શખ્સના મોબાઇલની લૂંટ થઈ હોવાના અહેવાલે પોલીસને દોડતી કરી છે.

- Advertisement -
ગુજરાતમાં આમ તો કહેવાતી દારૂ બધી છે રંુ રાજ્યનું એક શહેર કે એક ગામ એવું નહીં હોય કે જ્યાં છડેચોક છુટથી દારૂની હેરાફેરી અને વેંચાણ થતું ન હોય!! પોલીસ વિભાગ અનેક વખત દારૂના હાટડાઓ અને હેરાફેરી તથા વેંચાણ અટકાવવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. પરંતુ રાજ્યમાં દેશી દારૂના હાટડાઓ તથા ઈંગ્લીશ દારૂની હેરાફેરી બેરોકટોક કરાતી હોય છે. પોલીસ દ્વારા દારૂના દરોડા પણ લગભગ દરરોજ પાડવામાં આવતા હોય છે. પરંતુ, દરોડાની સામે અનેકગણા સ્થળોએ કયાંક છૂપાઈ છુપાઈને તો કયાંક છડેચોક દારૂની હેરાફેરી થતી હોય છે. જામનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો આ જીલ્લામાં પણ દેશી દારૂ તથા ઈંગ્લીશ દારૂ છૂટથી વેંચાતો મળી રહેતો હોય છે. તેમાં પણ હાલમાં નવા બની રહેલા બ્રીજ પાસે અંબર ચોકડી નજીક વર્ષોથી દેશી દારૂના હાટડાઓ ધમધમતા હોય છે અને અનેક વખત પોલીસે પણ આ દારૂના હાટડાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ, દેશી દારૂના હાટડા ચલાવતા બુટલેગરો જેલમાંથી છૂટયા બાદ પરત ફરીથી આ દારૂના હાટડાઓ શરૂ કરી દયે છે આમ તો દેશમાં ગુજરાત પોલીસની ગણના બાહોશ તરીકે થાય છે. પરંતુ, આ પોલીસ રાજ્યમાંથી દેશી દારૂના હાટડાઓ અને ઈંગ્લીશ દારૂની હેરાફેરી જડબેસલાક બંધ કરવામાં કોઇ કારણોસર સફળ થતી નથી.
અંબર ચોકડી નજીક મોડીરાત્રિના સમયે એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં રોડ પર નાટક કરતો હતો અને તે દરમિયાન અમુક લોકોએ આ નાટકનો વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયોમાં પીધેલ શખ્સ સ્પષ્ટભાષાં કહે ે ે, અહીંયા દેશી દારૂનું વેંચાણ થતું હોવાનું મને જણાવતા હું અહીં દારૂ પીવા આવ્યો હતો પરંતુ, દારૂ પીધા બાદ મારી સાથે મારા મારી રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ લૂંટી લેવાયા હતાં. જોકે આ વીડિયોમાં પોલીસ પણ કાર્યવાહી કરતી નજરે પડે છે પરંતુ આ ઘટનામાં પોલીસે દારૂના હાટડા ચલાવતા શખ્સો વિરૂધ્ધ કેટલી કડક કાર્યવાહી કરી ? કે કેમ તે મોટો સવાલ છે. આ વાઈરલ વીડિયોએ વધુ એક વખત જામનગર શહેરમાં છડેચોક દેશી દારૂનું વેચાણ થતું હોવાની સાબિતી આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular