Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે જાણો છો દિવસ દરમિયાન કયા સમયે ભોજન લેવું જોઇએ???

શું તમે જાણો છો દિવસ દરમિયાન કયા સમયે ભોજન લેવું જોઇએ???

આધુનિક સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ બીઝી થતી જાય છે ઘર અને કામની દોડાદોડીમાં ભોજનના સમયનું ધ્યાન જ નથી રહેતું. ત્યારે આયુર્વેદિક દ્રષ્ટિએ કયા સમયે ભોજન લેવું વધુ ફાયદાકારક છે તે જાણી જોઇએ.

- Advertisement -

આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા કહે છે કે, આયુર્વેદ અનુસાર ભોજન માટેની યોગ્ય સમય સીમા ત્રણ સવાર, બપોર અને સાંજ એમ પ્રમાણે વહેંચવામાં આવી છે. આ સમય સીમા તમે શું ખાશો અને કયારે ખાશો તે નિયમિત કરે છે.

સવારે – નાસ્તો : સુર્યોદય પછી અને સવારે 10 વાગ્યા પહેલાં નાસ્તા માટેનો ઉત્તમ સમય છે. આ સમયે શરીર પાચન ક્રિયાને સપોર્ટ કરવા માટે સારા ગુણવતાવાળા કાર્બોહાઈડે્રટ અને પ્રોટીન લેવું જોઇએ.

- Advertisement -

બપોરે મધ્યાહન ભોજન : બપોરના 12 થી 2 વચ્ચેનું બપોરનું ભોજન લેવું જોઇએ. આ સમય દરમિયાન પાચન અગ્નિ-શ્રેષ્ઠ હોય છે. અને શરીર ટા ભોજનને પચાવી શકે છે.

સાંજે (રાત્રીભોજન) : સાંજના 6 થી 8 વાગ્યા વચ્ચે રાત્રિ ભોજન લેવું જોઇએ. આ સમય પાચન માટે ઉત્તમ હોય છે અને અતિશય ભરપેટ ભોજનથી બચવું જોઇએ.

- Advertisement -

આમ, આ સમયસીમામાં ભોજન લઇને પછી થોડો આરામ કરવો, પછી થોડુક હળવુ ચાલવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular