દિવાળીના તહેવારમાં દર વર્ષ મોડી રાત્રિ સુધી ફટાકડા ફુટતા હોય છે. આકાશમાં આતશબાજી થી ફટાકડાની રોશની સર્જાતી હોય છે. ત્યારે આ વર્ષે અવનવી વેરાયટીના ફટાકડાઓ બજારમાં આવી ચૂકયા છે અને બાળકોને શાળામાં વેકેશન પણ પડી ચૂકયુ છે ત્યારે ફટાકડાની ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે.
દિવાળીનું પર્વ નજીક આવી ચૂકયું છે ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ પણ જામતો જાય છે જામનગર સહિત દેશભરમાં દિવાળીના પર્વમાં મોટા પ્રમાણમાં ફટાકડાઓ ફુટે છે. દિવાળીએ પુજા વિધિ બાદ લોકો ફટાકડા ફોડી દિપાવલીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. અવાર સુધી ફટાકડા ફુટતા હોય છે. ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીના ફટાકડાઓનું આગમન થઈ ચૂકયું છે ફટાકડાના વેચાણમાં ગૌ સેવાના લાભાર્થે પણ શહેરમાં ફટાકડાનું વેંચાણ થઈ રહ્યું છે.
જામનગરમાં ફટાકડાના વેપારી મનોજભાઈ પરમાર જણાવે છે કે, જામનગરમાં શિવાકાશીથી ફટાકડાનો મોટાભાગનો જ્ો આવ છે આ વખતે લગભગ 700 થી વધુ પ્રકારના ફટાકડો બજારમાં આવી ચૂકયો છે. ખાસ કરીને આકાશી આતશબાજીના ફટાકડાનું ચલણ ખૂબ વધ્યું છે. કોરોનેશન સહિતની અનેક કંપનીઓના ફટાકડાઓ બજારમાં ઉપલબ્ધ છે. રૂા.10 થી લઇ 10 હજાર સુધીના ફટાકડા ઉપલબ્ધ છે. હજુ ફટાકડાની માંગ ઓછી છે પરંતુ આગામી દિવસોમાં ફટાકડાની ખરીદી વધશે.
વરસાદી વાતાવરણને કારણે ઉત્પાદનમાં અસર પહોંચતા ગત વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના ભાવોમાં અને આવકમાં થોડી અસર પહોંચી છે. પરંતુ આમ છતાં ફટાકડાના શોખીનો માટે અનેકવિધ વેરાયટીઓનો ખજાનો બજારમાં ઉપલબ્ધ છે. આકાશી વેરાયટીઓના ખજાનાથી લોકોને મજા પડી જશે અને આકાશી આતાશબાજી થી આ વખતે દિવાળીમાં આકાશમાં ફટાકડાની રંગોળી સર્જાશે.