Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મૃતપશુઓની હાલત અંગે રોષ ઠાલવતા નગરસેવિકા

જામનગરમાં મૃતપશુઓની હાલત અંગે રોષ ઠાલવતા નગરસેવિકા

યોગ્ય પદ્ધતિ મુજબ નિકાલ ન કરાતો હોવાનો આક્ષેપ

- Advertisement -

જામનગરના વિભાપર નગરસીમ વિસ્તારમાં મૃતપશુઓને દફનાવવાની કામગીરીમાં યોગ્ય રીતે કામગીરી થતી ન હોય. વોર્ડ નંબર 4 ના કોંગે્રસી કોર્પોરેટર દ્વારા આ અંગે રોષ ઠાલવી સમગ્ર મુદ્ે ગુજરાતના કોંગ્રેસનાં સાંસદ સુધી સમગ્ર મામલો લઇ જવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

- Advertisement -

જામનગરમાં પશુઓના મૃત્યુ થયા બાદ વિભાપર નગરસીમ વિસ્તારમાં તંત્ર દ્વારા મૃતપશુઓને દફનાવવામાં આવતા હોય. આ સ્થળે જામનગરના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ જનતા રેઇડ કરી હતી. જેમાં મૃતપશુઓના નિકાલની યોગ્ય પદ્ધતિ મુજબ કામગીરી થતી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ અહીંથી મૃતપશુઓના હાડકા કઢાતા હોવાનો પણ તેમણે આક્ષેપ કરી આ અંગે રોષ ઠાલવ્યો હતો તેમજ આ ઘટના અંગે ગુજરાતના કોંગ્રેસના સાંસદને પણ રજૂઆત કરી આ મુદ્દો ઉઠાવવાનું પણ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular