જામનગર મહાનગરપાલિકામાં જન્મ મરણ દાખલા કઢાવવા માટે તેમજ જન્મ મરણ દાખલામાં નાની-મોટી ભૂલો સુધારવા માટે એજન્ટો નાગરિકો પાસેથી મસમોટી રકમ પડાવતા હોવાની ઘટના સામે આવી છે. એજન્ટ દ્વારા અરજદાર પાસે દાખલા માટે 300 રૂપિયા જેટલી રકમ ઉઘરાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. અરજદાર પાસે રૂપિયા માંગતા એજન્ટને અરજદાર દ્વારા જન્મ મરણ શાખામાં લઇ જવાયો હતો. જામનગર મહાનગરપાલિકાના ગેઇટ પાસે એજન્ટો પડયા પાર્થયા રહેતા હોય એજન્ટ રાજને કારણે શહેરીજનો લૂંટાઇ રહયા હોય લોકોમાં રોષની લાગણી છવાઇ છે. તંત્ર આ અંગે પગલાં લેતેમ લોક માંગ ઉઠી છે.