Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરતા.6 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી ગુરૂદ્વારા થી સાત રસ્તા સુધીનો રસ્તો બંધ

તા.6 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી ગુરૂદ્વારા થી સાત રસ્તા સુધીનો રસ્તો બંધ

ઓવરબ્રીજના કામને લઇ કમિશનરનું જાહેરનામુ

- Advertisement -

જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના ઓવરબ્રીજના કામને લઇ આગામી તા.6 જુલાઈથી તા.23 ઓગસ્ટ સુધી ગુરૂદ્વારાથી સાત રસ્તા સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા જંકશન સુધી જાડા બિલ્ડિંગથી ગુરૂદ્વારા સર્કલ તરફ સર્વિસ રોડ, ગુરૂદ્વારા જંકશન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ, સાત રસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પિટલ સુધી લેફટ સાઈડના કનેકટીંગ સ્લેબ, સેન્ટરના ભાગના પિયર કેપની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા જંકશન સુધીનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.06/07/2024 થી તા.23/08/2024 સુધીના સમયગાળા દરમિયાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જે હુકમનો ભંગ કરનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

જેની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઇ છે. જે અંતર્ગત ટુ વ્હીલર તથા તમામ પ્રકારના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા (1) સાત રસ્તા સર્કલ તરફથી ગુરૂદ્વારા જંકશન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરીનગરી આદર્શ હોસ્પિટલવાળા રોડ થી વાલ્કેશ્વરીનગરી ફેઈઝ-2 અને ફેઈઝ-3 ના નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાખો ખુલ્લા રહેશે. આમ, સાત રસ્તાથી ગુરૂદ્વારા તરફ જતા વાલ્કેશ્વરીનગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે.

- Advertisement -

(2) ગુરૂદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે જેનો વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરૂદ્વારા જંકશન થી લાલ બંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. તેમજ ગુરૂદ્વારા જંકશનથી નંદ ટ્રાવેલ્સ સુધીનો રસ્તો પણ ખુલ્લો રહેેશે.

(3) લાલ બંગલા સર્કલથી દાંડિયા હનુમાનજી / જી. જી. હોસ્પિટલ તરફનો રસ્તો ગુરૂદ્વારા જંકશનના બંને તરફના ઓબ્લીગેટરી સ્પાન પાસેના ખુલ્લા રસ્તા પરથી આવક-જાવક ચાલુ રહેશે.

- Advertisement -

ભારે વાહનો માટેની વૈકલ્પિક વ્યવસ્થા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા (1) સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઈ ટાઉનહોલ થઈ તીનબતિ સર્કલ થઈ કે.વી. રોડ પરથી સુભાષબ્રિજ પર જઈ શકાશે. (2) સુભાષબ્રિજથી ત્રણ દરવાજા સર્કલ થઈ ટાઉનહોલ થઈ લાલ બંગલા થઈ સાત રસ્તા સર્કલ થઈ જઈ શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular