જામનગર શહેરના રામેશ્વરનગરમાં નવજીન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા જામ્યુકોની ટીમ દોડી ગઇ હતી અને અહીં પુલ તોડવાની ફરજ પડતાં જેએમસી સાથે પુલ તોડવા કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારના કોર્પોરેટરો પણ દોડી ગયા હતાં.
જામનગર શહેરમાં આજે સવારથી ઘટાટોપ વાદળો વચ્ચે પોણા બે ઇંચ જેટલો વરસાદ સવારે વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં જવરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. રામેશ્વરનગરના નવજીવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા જામનગર મહાનગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીન પોલ ખુલી ગઇ હતી. અહીં પુલ ક્ષતિગ્રસ્ત થતાં કેનાલનું પાણી અવરોધાતા પાણી ભરાવા લાગ્યા હતાં. આ અંગેની જાણ થતાં વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં. 3ના કોર્પોરેટર સુભાષ જોશી સહિતના આગેવાનો દોડી જઇ જામ્યુકોમાં જાણ કરતાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દોડી જઇ જેસીબી વડે પુલ તોડવા કામગીરી હાથ ધરી હતી.