Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી પીજીવીસીએલે વધુ 33.25 લાખની વીજચોરી ઝડપી

જામનગર શહેરમાંથી પીજીવીસીએલે વધુ 33.25 લાખની વીજચોરી ઝડપી

- Advertisement -

જામનગર શહેરમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 61 જોડાણોમાંથી રૂા. 33.25 લાખની વીજચોરી ઝડપી લઇ વીજબીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સુચના હેઠળ જામનગર સહિત હાલાર પંથકમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે ગુરૂવારે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, અમન ચમન સોસાયટી, શંકરટેકરી, જેલ રોડ, શાસ્ત્રીનગર, ગોકુલનગર, મયુરનગર, સનસીટી સહિતના વિસ્તારોમાં પીજીવીસએલની 30 જેટલી ટીમો દ્વારા 18 પોલીસ તથા 12 એસઆરપી ટીમના બંદોબસ્ત સાથે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકીંગમાં કુલ 397 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 61 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ 33.25 લાખની વીજચોરી ઝડપી લઇ બીલો ફટકારવામાં આવ્યાં હતાં. છેલ્લાં ચારેક દિવસથી ચાલી રહેલા વીજ ચેકિંગને લઇને વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular