Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ઓશવાળ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલી કેન્ટીન-મેડિકલ સ્ટોર વગેરેને સીલ કરાયા

જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલી કેન્ટીન-મેડિકલ સ્ટોર વગેરેને સીલ કરાયા

- Advertisement -

જામનગર ની ઓશવાળ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓનો ખૂબ ઘસારો રહે છે, અને બહાર રોડ પર પાર્કિંગ નો મોટો પ્રશ્ન છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરીને તેમાં મેડિકલ સ્ટોર- કેન્ટીન વગેરે ખડકી દેવાયા હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સીલીંગની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી, અને મેડિકલ સ્ટોર વગેરે સીલ કરી દેવામાં આવ્યા હતા.

- Advertisement -

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ હોસ્પિટલની બહાર વાહનોના થપ્પા લાગે છે, તેમજ અનેક વાહનોની અવર જવર માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. હોસ્પિટલમાં પાર્કિંગની મોટી જગ્યા છે, પરંતુ તેમાં અંદર કોઈને વાહનો પાર્ક કરવા દેવામાં આવતા નથી. હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગની જગ્યામાં કેન્ટીન તેમજ મેડિકલ સ્ટોર વગેરે ખડકી દબાણ કરવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જેથી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગઝણ સહિતની ટીમ ઓસવાળ હોસ્પિટલે પહોંચી હતી. અને પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલા તમામ દબાણો ઉપર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા હતા અને તાત્કાલિક અસરથી આ તમામ દબાણો દૂર કરી લઇ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી દેવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular