જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રણજીતસાગર રોડ પર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ દ્વારા રણજીતસાગર રોડ પર આવેલ ફૂલોની નર્સરી તથા હોટલ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.