Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદેવળિયા નજીક કારે રીક્ષાને ઠોકરે ચડાવતા જામનગરના યુવાનનું મોત

દેવળિયા નજીક કારે રીક્ષાને ઠોકરે ચડાવતા જામનગરના યુવાનનું મોત

પાછળથી રીક્ષાને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત: જામનગરના યુવાનની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર દેવળિયા ગામ નજીક આવેલી ખાનગી કંપની પાસેથી પૂરપાટ આવી રહેલી કારના ચાલકે સીએનજી રીક્ષાને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં રીક્ષામાં સવાર યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર દેવળિયા ગામમાં આવેલી ખાનગી કંપની નજીકથી પૂરપાટ આવી રહેલી અજાણી કારના ચાલકે આગળ જતી જીજે-10-ટીડબલ્યુ-6599 નંબરની સીએનજી રીક્ષાને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર છત્રસિંહ અગરસિંહ વાઢેર (ઉ.વ.30) (રહે. જામનગર) નામના યુવાનને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે પીએસઆઈ ડી જી પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ ભરતસિંહ વાઢેરના નિવેદનના આધારે નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular