જામનગર શહેરમાં સુમરા ચાલી ઉનની કંદોરી પાસેથી રવિવારે બપોરના સમયે યુવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શાકમાર્કેટ નજીકના વિસ્તારમાંથી રવિવારે બપોરના સમયે રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા મૃતદેહ સુમરા ચાલી ઉનની કંદોરી પાસે રહેતાં અને મજૂરી કામ કરતા મહેશભાઈ રાજુભાઈ છુવાર (ઉ.વ.38) નામના યુવાનનો હોવાનું અને તેને ખેંચની બીમારી હોય અવાર-નવાર ચકકર આવતા હોય જેથી બીમારી સબબ મોત નિપજ્યાનું પ્રાથમિક તારણમાં ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતકના માતા મંગુબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.