Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકૃષ્ણપુર ગામમાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા પાઈપ-ધોકા વડે હુમલો

કૃષ્ણપુર ગામમાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા પાઈપ-ધોકા વડે હુમલો

દંપતી વચ્ચેના ઝઘડામાં પત્નીએ પતિ વિરૂધ્ધ કરેલી ફરિયાદમાં પાડોશી યુવાન ઉપર શંકા: પતિ અને ચાર શખ્સો દ્વારા ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો

- Advertisement -

કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા યુવાન ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં રહેતાં મેહુલભાઈ ઉર્ફે મયુર ભગવાનજીભાઈ શેઠીયા નામના યુવાને તેના જ ગામમાં રહેતાં મનિષભાઈએ તેની પત્ની રંજનબેન વચ્ચે થયેલા ઝઘડામાં રંજનબેને રાજકોટમાં મનિષ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ પોલીસ ફરિયાદમાં મેહુલનો હાથ હોવાની શંકાનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે મનિષ, ધર્મેશ, જીતુ ડાયા જેપાર અને ભાવેશ વાઘેલા નામના ચાર શખ્સોએ એકસંપ કરી મેહુલને આંતરીને લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એન.એ. છૈયા તથા સ્ટાફે મેહુલના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular