Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરબાળકોના ઝઘડામાં મહિલા સહિતના શખ્સોએ યુવાનની હત્યા નિપજાવી

બાળકોના ઝઘડામાં મહિલા સહિતના શખ્સોએ યુવાનની હત્યા નિપજાવી

રમતા રમતા બાળકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો : જમાઇપરા વિસ્તારમાં મહિલા સહિતના છ શખ્સો બે ભાઈઓ ઉપર લાકડીઓ વડે તૂટી પડયા : એકનું ગંભીર ઈજા પહોંચતા મોત : બનાવ હત્યામાં પલ્ટાતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જમાઈપરા સોસાયટીમાં સોમવારે બપોરના સમયે શેરીમાં રમતા બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલા સહિત છ શખ્સોએ લાકડી વડે કરેલા હુમલામાં યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવના પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં આવેલા જમાઈપરા સોસાયટી વિસ્તારમાં પીયુષભાઈ ભાણજી વિરમગામા તથા પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા નામના યુવાનના બાળકો શેરીમાં રમતા હતાં તે દરમિયાન બાળકો વચ્ચે બોલાચાલી થતાં બાળકોના ઝઘડામાં પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા, રણછોડ બચુ મકવાણા, કાનજી બચુ મકવાણા, બાબુ બચુ મકવાણા, દયાબેન બાબુ મકવાણા અને રવિ બાબુ મકવાણા નામના છ શખ્સો લાકડીઓ સાથે છોકરાઓ ઝઘડામાં પહોંચી ગયા હતાં અને બાળકોના ઝઘડામાંથી મોટેરાઓ ઝઘડી પડયા હતાં. જેમાં મહિલા સહિતના છ શખ્સોએ રમેશ ભાણજીભાઈ વિરમગામા (ઉ.વ.42) નામના યુવાનને પકડી રાખી લાકડીઓ વડે માથામાં તથા શરીરે હુમલો કર્યો હતો. આ હુમલામાં પિયુષભાઈ ઉપર હુમલો કરાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ માર મારીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.

લાકડી વડે કરાયેલા હુમલામાં રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા અને પિયુષ નામના બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં રમેશભાઈનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. મારામારીના બનાવમાં યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ વી.એન. ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. જયાં પોલીસે મૃતકના ભાઈ શૈલેષભાઈના નિવેદનના આધારે મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ મહિનાથી જામનગર શહેર અને જિલ્લામાં હત્યાના બનાવો એક પછી એક બનતા જાય છે. નજીવી બાબતમાં પણ હત્યા નિપજાવ્યાની ઘટનાએ હાલારવાસીઓને હચમચાવી દીધા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular