Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક હિટ એન્ડ રન : કારે ઠોકરે ચડાવતા બાળકીનું મોત

કલ્યાણપુર નજીક હિટ એન્ડ રન : કારે ઠોકરે ચડાવતા બાળકીનું મોત

અજાણી કારે પરપ્રાંતિયે બાળકીને ઠોકરે ચડાવી : ઘટનાસ્થળે જ મૃત્યુ : અકસ્માત બાદ ચાલક કાર લઇ પલાયન

- Advertisement -

કલ્યાણપુર પંથકમાં રહેતા એક રાજસ્થાની શ્રમિક પરિવારની દસ વર્ષની પુત્રીને અજાણ્યા મોટરકારના ચાલકે હડફેટે લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી વાહનચાલક લઈને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વનોરપુરા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા રોશનભાઈ આસુલાલ ભીલ નામના 37 વર્ષના યુવાનની 10 વર્ષની પુત્રી પૂનમ ગઈકાલે શુક્રવારે બપોરના સમયે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પરથી દૂધની થેલી લઈને પરત આવી રહી હતી. અહીં રોડ ક્રોસ કરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે પૂનમને ઠોકરે લીધી હતી. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતક પૂનમબેનના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular