જામનગરની સગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં હાલમાં એએનએમ, જીએનએમ તથા બીએસસસી, પીબીબીએસસી સહિતના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. ખાસ કરીને હોસ્પિટલ ક્ષેત્રે જોડાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ મહત્વપૂર્ણ છે. ત્યારે આ અંગે શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં સગન ઈન્સ્ટીટયુટ ટ્રસ્ટીઓએ અભ્યાસક્રમ અંગેની વિગતો આપી હતી.
સગુન ઈન્સ્ટીટયુટનો વર્ષ 2021-22 માં પ્રારંભ થયો હતો. સૌ પ્રથમ વર્ષે બે કોર્ષ થી પ્રારંભ થયો હતો. જેમાં 74 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાં વિવિધ કોર્ષોનો ઉમેરો થતા હાલ ચાર કોર્ષ અભ્યાસ કરાવાઈ રહ્યો છે. હોસ્પિટલ ક્ષેત્રે નર્સ તરીકે ફરજ બજાવવા માંગતા યુવક-યુવતીઓ માટે નર્સિસનો અભ્યાસ આવશ્યક છે. ત્યારે જીએનસી/આઈએનસી/સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકારની માન્યતા સાથે જામનગરમાં સગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિગમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહ બાદ વિદ્યાર્થીઓ એએનએમ તથા જીએનએમનો અભ્યાસ કરી શકે છે. અભ્યાસ બાદ હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવી શકાય છે. હાલમાં સગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં કુલ 228 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં એએનએમ પ્રથમવર્ષમાં 15 વિદ્યાર્થીઓ, એએનએમ બીજા વર્ષમાં 21 વિદ્યાર્થીઓ, જીએનએમ પ્રથમવર્ષમાં 36 વિદ્યાર્થીઓ, જીએનએમ બીજા વર્ષમાં 48 વિદ્યાર્થીઓ, જીએનએમ ત્રીજા વર્ષમાં 47 વિદ્યાર્થીઓ, બીએસસી (એન) પ્રથમ વર્ષમાં 24 તથા બીએસસી (એન) બીજા વર્ષમાં 28 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત પી બી બીએસસી (એન) પ્રથમ વર્ષમાં નવ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
હાલમાં સગુન નર્સિંગ ઈન્સ્ટીટયુટમાં પ્રીન્સીપાલ સહિત 15 ટીચીંગ સ્ટાફ તથા પાંચ નોન ટીચીંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે તેમજ સગુન નર્સિંગ ઈન્સ્ટીટયુટમાં ફાઉન્ડેશન લેબ, પિડિયાટ્રીક લેબ, ઓબીજી લેબ, કોમ્યુનિટી લેબ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ બહારના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા તેમજ ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલ બસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ ટે્રનિંગ પણ મેળવવાની રહે છે. જે માટે જામનગરની જી. જી. હોસ્પિટલ, જાંબુડા સી એચ સી તથા પીએચસી દરેડ, લાખાબાવળ અને વસઇમાં પ્રેકિટકલ ટ્રેનિંગ માટેની વ્યવસ્થા પણ કરાવાઈ છે. હોસ્પિટલોમાં તબીબોની સાથે સાથે દર્દીઓ માટે નર્સની પણ ખુબ મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. ખાસ કરીને કોરોના કાળમાં પણ નર્સીસની ખૂબ જ જરૂરિયાત રહી હતી. ત્યારે ધો.12 કોઇપણ પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી હોસ્પિટલમાં ફરજ બજાવી શકે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા 12 મે ના રોજ ટી એન એ આઈ દ્વારા ઉજવાયેલ નર્સિસ ડે ના રોજ મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે ડાન્સ કોમ્પિટીશનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ છેલ્લાં બે વર્ષથી સંસ્થાનું તમામ કોર્ષમાં 90 ટકાથી વધુ રીઝલ્ટ આવ્યું છે.
આ પત્રકાર પરિષદમાં સગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના ટ્રસ્ટી તથા આરાધના એજ્યુકેેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેકટર જગદીશભાઈ જાડફવા, સગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ જામનગરના ડાયરેકટર અશોકભાઈ નંદા, જોગીનભાઈ જોશી, ડો. મનિષભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટી તથા આરાધના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેકટર ડો. વિકલ્પ શાહ તેમજ ભાર્ગવભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં.