જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ સામે આવેલા શાંતિહાર્મોનિયમ એપાર્ટમેન્ટમાં રહેતાં વૃધ્ધે માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી બિલ્ડીંગના 10મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ સામે આવેલા શાંતિ હાર્મોનિયમ બી વીંગમાં ફલેટ નંબર 1003 માં રહેતાં બિપીનભાઈ ડાયાભાઈ પીઠડિયા (ઉ.વ.72) નામના વૃધ્ધની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી ડિપ્રેશનમાં રહેતાં હતાં. દરમિયાન ગુરૂવારે બપોરના સમયે તેના બિલ્ડિંગના 10મા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતા વૃધ્ધ બેશુદ્ધ થઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર કલ્પેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.