Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં યુવાન ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ

જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં યુવાન ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ

બાજુમાં રહેતાં પરિવાર દ્વારા જાતિ વિષયક અપમાનિત : બાળકને ધમકાવી અપમાનિત કર્યો : ચાર મહિલા સહિત સાત શખ્સોએ પાઈપ અને ઈંટો વડે હુમલો કર્યો : ત્રણ મહિલાઓએ મહિલાને વાળ પકડી ઢસડીને માર માર્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં ચૂનાના ભઠ્ઠા ઢોલીયાપીરની દરગાહ પાસે વિસ્તારમાં રહેતાં મહિલાના પુત્રને રમવાની ના પાડી જાતિ પ્રત્યે અપમાનિત કરી સાત શખ્સોએ એકસંપ કરી મહિલાના પરિવારજનો ઉપર પાઈપ અને ઈંટો વડે જીવલેણ હુમલો કરી યુવાનની હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ચુનાના ભઠ્ઠા પાસે ઢોલીયાપીરની દરગાહ નજીક રહેતા નર્મદાબેન અહેમદરજા મહોમદહુશેન નાઇ નામની યુવતીનો પુત્ર રોનક (ઉ.વ.10) નામનો બાળક ઘર નજીક રમતો હતો. તે દરમિયાન અસરફ જુમા ખફી દ્વારા અવાર-નવાર મહિલાને જાતિ વિષયક અપમાનિત કરતો હતો દરમિયાન રોનકને આઈશાબેન જુમા ખફીએ જાતિ પ્રત્યે અપમાનિત કરી અહીયા રમતો નહીં ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ અસરફ જુમા ખફી, જાવીદ જુમા ખફી, આરીફ જુમા ખફી, આઈશાબેન જુમા ખફી, સરીફાબેન જાવીદ ખફી, અને સીરીનબેન ખફી સહિતના સાત શખ્સોએ એકસંપ કરી નર્મદાબેનના ઘરે જઈ બહાર બોલાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રણ મહિલાઓએ નર્મદાબેનના વાળ પકડીને ઢસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો.

દરમિયાન પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ અહેમદરજા મહમદહુશેન નાઈ તથા સાસુ નુરજહાબેન અને સસરા મહમદહુશેન નામના ત્રણેય મહિલાને બચાવવા વચ્ચે પડતા અસરફ જુમા ખફીએ નર્મદાબેનના પતિ ઉપર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો તેમજ જાવીદ જુમા ખફી, આરીફ જુમા ખફીએ પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ આઇશાબેન ખફીએ પથ્થરની ઈંટનો ઘા કરી સાસુ નુરજહાબેનને ઈજા પહોંચાડી હતી. ઉપરાંત સરીફાબેન અને સીરીનબેને લાદીના છૂટા ઘા મારી સસરા મહમદહુશેનને ઈજા પહોંચાડી હતી તેમજ વલીભાઈના પૌત્રએ મહિલાના પતિને પેટમાં લાતો મારી હતી. સાત શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં અહેમદરજાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ મહિલા અને તેણીના પતિ સહિત ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે ડીવાયએસપી તથા સ્ટાફે સાત શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular