ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં થોડા દિવસ પૂર્વે એક પેટા કોન્ટ્રાક્ટર હેઠળ ડ્રાઈવર તરીકેની નોકરી પર રહેલા રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના રહીશ એવા સુખદેવસિંહ અનોપસિંહ ગોહિલ તેમના કામ દરમિયાન પ્રેસરના કારણે ઢાંકણું ખોલી જતા આ ઢાંકણું તેમને લાગી જવાના કારણે જમીન નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વિજયસિંહ અનોપસિંહ ગોહિલ (ઉ.વ. 34) એ અહીંની પોલીસને કરી છે.