કાલાવડ તાલુકાના ભગત ખીજડિયામાં રહેતાં વૃધ્ધને કમરના મણકાનો અને ગોઠણનો દુખાવ થતો હોવાથી આ દુ:ખાવાની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થતા જિંદગીથી કંટાળીને ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતાં અલીભાઈ ઈસ્માઇલભાઈ સવણ (ઉ.વ.68) નામના વૃધ્ધને કમરના મણકાનો તથા ગોઠણનો દુ:ખાવો થતો હતો અને આ દુ:ખાવાની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગત તા.9 ના રોજ રાત્રિના સમયે તેણના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતાં વૃધ્ધને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અમિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.