જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતાં યુવાને કોઇ કારણસર તળાવની પાળના ગેઈટ નંબર 1 પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પ્રણામી સ્કૂલ પાસે હિરજી મિસ્ત્રી રોડ રહેતાં જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ દામા (ઉ.વ.35) નામના યુવાને ગત તા.22 ના રોજ શહેરમાં આવેલા લાખોટા તળાવના ગેઈટ નંબર 1 પાસે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પિતા અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.