જામનગર શહેરમાં આયુર્વેદિક ગુલાબકુંવરબા સોસાયટીમાં રહેતાં અને સિકયોરિટી તરીકે ફરજ બજાવતા પ્રૌઢના મકાનમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ અને ચાંદીનું બીસ્કીટ તથા બેંકની પાસબુક અને ચેકબુક સહિતના દસ્તાવેજોની ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી આયુર્વેદિક ગુલાબકુંવરબા સોસાયટીમાં રહેતા અને સિકયોરીટી તરીકે ફરજ બજાવતા ભીમજીભાઈ રણમલભાઈ ચાવડા નામના પ્રૌઢ ગત તા. 25 થી તા.26 સુધી તેના ઘરે તાળા મારી તેના પુત્ર સંજયના ઘરે રોકાવા ગયા હતાં અને ત્યારબાદ બીજે દિવસે સવારે ઘરે પરત ફરતા મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતાં અને તપાસ કરતા મકાનના રૂમમાં રાખેલા લોખંડના કબાટમાંથી રૂા.10000 ની રોકડ રકમ અને રૂા.1000 ની કિંમતનું 25 ગ્રામ ચાંદીનું બીસ્કીટ મળી કુલ રૂા.11000 ની માલમતા ચોરી કરી ગયાની જાણ કરાતા પીએસઆઈ આર.બી. અંસારી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.